From Arpi
કાનજીની વેબસાઈટ...
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું?
કાનજીની વેબસાઈટ...
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ...
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ...
*~*~*~*~*~* ~*~*~*~*~ *~*~*~*~* ~*~*~*~*~ *~*~*~*~* ~*
ડેથ સર્ટિફિકેટ
પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું...
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે...મારા દીકરા...?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટ
પણ મારે જ સાચવવાનું...?!!
*~*~*~*~*~* ~*~*~*~*~ *~*~*~*~* ~*~*~*~*~ *~*~*~*~* ~*
બસ એને તો...ખપે!
નદી કિનારે બેસી, શાને કિસ્મત પર રોવે?
એ તો રણમાં છે, બસ એને તો એક ઘુંટ પાણી ખપે!
વહેલી સવારે ઉઠી, શાને એને લલકારે?
એ તો અંધકારમાં છે, બસ એને તો થોડી રોશની ખપે!
ચાંદનીમાં વસી, શાને ગરમ થાય?
એ તો પરસેવે ન્હાય છે, બસ એને તો મીઠી ઠંડક ખપે!
બગીચામાં ફરી, શાને આમ કરમાય?
એ તો ઉજ્જડ ખેતરમાં છે, બસ એને તો મોહક મહેક ખપે!
કલમ કાગળ લઇ, શાને શાયરી ઠોકે?
એ તો તારી સામે જ છે, બસ એને તો પ્રેમભરી નજર ખપે!
*~*~*~*~*~* ~*~*~*~*~ *~*~*~*~* ~*~*~*~*~ *~*~*~*~* ~*
મૃત્યુ મારું પોતાનું હતું
મૌતને મજાક માની, પ્રેમને બદનામ કરે છે
શૂળી પર આમ ચડી, શાને લોકો જીંદગીને ધોખો આપે?
શ્વાસને આપી દઇ, પ્રેમને જૂલ્મી ઠેરાવે છે
અપ્સરાની આશામાં, શાને લોકો જન્નતમાં જવા માંગે?
હ્રુદયને ચીરીને, પ્રેમની તરસ છીપાવે છે
પોતના દેહને માણવાને બદલે, શાને લોકો એને નશ્વર માને?
દોસ્ત જરા જીવીને તો જો, પ્રેમનો એહ્સાસ જ અદભુત છે
સાત જન્મ પણ ખુટી જશે, શાને લોકો મારી વાત ના માને?
મૃત્યુ મારું પોતાનું હતું એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.
એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.
મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ્ય સાગરમાં ભળી ઊંડાણ જોવાનું હતું.
હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો,
મારા મનથી પાપ મારાં કોણ જોવાનું હતું?
એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા સિવાય કોણ ખરવાનું હતું!
અર્થ એનો એ નથી હું પણ 'જલન' તરસ્યા કરું,
ઝાંઝવાંઓને તો જીવનભર તરસવાનું હતું.
એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર ઓ 'જલન',
જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું
*~*~*~*~*~* ~*~*~*~*~ *~*~*~*~* ~*~*~*~*~ *~*~*~*~* ~*
With Best Regards,
Arpi