એક વખત આપને દઈ દીધેલું દિલ, એ હજુય યાદ છે મને.
ને પછી ભરતો રહ્યો'તો હોટલનાં બિલ, એ હજુય યાદ છે મને.
હતા તારા ચહેરા પર બે ખિલ, એ હજુય યાદ છે મને.
ને લગાવતી હતી મારા પૈસે ક્લેરેસિલ, એ હજુય યાદ છે મને.
ને સાયકલથી સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કિલ, હજુય યાદ છે મને.
ને પછીથી સાંપડી હતી સેંડલોંની હીલ, એ હજુય યાદ છે મને.
માનતો'તો હું કે પૈડા બે જ છે સંસારરથનાં, હું ને તું.
ને પાડોશમાં હતા તારા ઘણાં સ્પેરવ્હીલ, એ હજુય યાદ છે મને.
ને મિલાવવી હતી આંખથી આંખડી મારે, એ હજુય યાદ છે મને.
ને બાંધી'તી તે મારા હાથે રાખડી, એ હજુય યાદ છે મને.
With Regards,
Arpi
No comments:
Post a Comment